ઘરમાં પગલૂછણિયું રાખવું શુભ મનાય છે. આ સાથે જ પગલૂછણિયાના કારણે બહારથી ઓછામાં ઓછી ગંદકી ઘરની અંદર આવે છે.
ધાર્મિક માન્યતા મુજબ, પગલૂછણિયાની નીચે એક વસ્તુ રાખવાથી ધનની દેવી લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. જેના પરિણામે અનેક ચમત્કારિક ફાયદા થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પગલૂછણિયાની નીચે મીઠું રાખવું જોઈએ. આ ઉપાય અજમાવવાથી ઘરની અંદર લક્ષ્મી માતાનો વાસ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પગલૂછણિયા નીચે ચપટી મીઠું જ રાખવું જોઈએ. ચપટી મીઠું મૂક્યા બાદ ઉપર પગલૂછણિયું રાખી દેવું જોઈએ. આ ઉપાય ઘરના મુખ્ય પ્રવેશદ્વારના પગલૂંછણિયા પર જ કરવો જોઈએ.
જો તમે ધનની કમી સબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ, તો આ ઉપાય એકવખત અચૂક અજમાવી જુઓ. પગલૂંછણિયાની નીચે મીઠું રાખવાથી ધન આકર્ષિત થાય છે.
પગલૂંછણિયા નીચે મીઠું રાખવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થવા સાથે જ વાસ્તુ સબંધિત દોષ પણ દૂર થવા લાગે છે.