અંતિમ સંસ્કારમાં પરિક્રમા બાદ શા માટે માટલી ફોડવામાં આવે છે?


By Nileshkumar Zinzuwadiya07, Dec 2024 07:07 PMgujaratijagran.com

માટલી સાથે પરિક્રમા

પાણી ભરેલી માટલીમાં છેદ કરી તેને ખંભા પર રાખી પરિક્રમા કરવા પાછળ એક દાર્શનિક સંદેશ છૂપાયેલ છે. એવું કહેવામાં આવે છે કે જીવન એક છેદ ધરાવતી માટલી સમાન છે.

દાર્શનિક સંદેશ

માટલીમાં છેદને લીધે જે રીતે પાણી ટપકી રહ્યું છે, બસ એવી જ રીતે મનુષ્યના જીવનમાં આયુષ્યરૂપી પાણી ક્ષણે ક્ષણે ટપકી રહ્યું છે અને અંતમાં બધુ જ છોડીને જીવાત્મા વિદાય લઈ લે છે.

મોહભંગ

છેદ કરેલી માટલી સાથે પરિક્રમા કરવા પાછળનો ઉદ્દેશ મૃતક વ્યક્તિ અને જીવીત વ્યક્તિઓ બન્નેનો એક-બીજા પ્રત્યેનો મોહભંગ કરવાનો છે.

ખેતરમાં અંતિમ સંસ્કાર કરાતો

છેદવાળી માટલીમાં પાણી લઈ પરિક્રમા કરવા પાછળનું એક કારણ એ પણ હતુ કે પહેલાના સમયમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર ખેતરમાં કરવામાં આવતો.

આગ ન ફેલાય

મૃતદેહના દહનથી જેતે વિસ્તારમાં આગ ન લાગે તે માટે માટલીમાં પાણી ભરીને ચોતરફ પરિક્રમા કરવામાં આવતી.

મૃત્યુ પહેલા શરીરમાં દેખાય છે આ સંકેતો