પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે.
દીવો કર્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. દીવાના પ્રકાશથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
દીવો પ્રગટાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આનું પાવન કરવાથી વ્યક્તિને ખાસ લાભ મળે છે.
દીવો પ્રગટાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો, તૂટેલો દીવો પ્રગટાવવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાની સાથે સાંજે મુખ્ય દ્વાર પર પણ દીવો પ્રગટાવવો જોઈએ.
પૂજા કરતી વખતે જો તમે ઘીનો દીવો પ્રગટાવો તો તેને તમારી ડાબી બાજુ રાખવો જોઈએ અને તેલનો દીવો કરો તો તેને તમારી જમણી બાજુ રાખો.
દીવાને હંમેશા પૂર્વ દિશામાં પ્રગટાવવો જોઈએ, આ દિશા દિવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તમે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હોવ તો માતાજી સામે ઘીનો દીવો કરો. જેથી ધનલાભ થવાની સંભાવના છે.
દીવો પ્રગટાવતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવા અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.