Astrology Tips: જાણો સ્વપ્નમાં ભગવાન શિવનું ત્રિશૂળ જોવાનો અર્શ શું છે?


By Bhavesh Chaudhary28, Jul 2024 05:36 PMgujaratijagran.com

સ્વપ્નનું મહત્વ

સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક શુભ સપના હોય છે તો કેટલાક સપના અશુભ માનવામાં આવે છે.

સ્વપ્નમાં ત્રિશૂળ અર્થ

આજે અમે તમને જણાવીશું કે, તમારા સ્વપ્નમાં ત્રિશૂળ જોયું છે તે અર્થે શું થાય છે.

ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ

જ્યારે પણ આપણે ભગવાન શિવનું ધ્યાન કરીએ છીએ ત્યારે ભગવાન શિવ હંમેશા હાથમાં ત્રિશૂળ સાથે જોવા મળે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર તેનું ઘણું મહત્વ છે.

ભગવાન શિવનું પ્રિય શસ્ત્ર

ત્રિશૂલ ભગવાન શિવનું સૌથી પ્રિય શસ્ત્ર છે. ભગવાન શિવનું ત્રિશૂળ પવિત્રતા અને શુભ કાર્યોનું પ્રતીક છે. જેમાં અનેક શક્તિ છુપાયેલી છે.

ત્રિશૂળમાં પ્રકૃતિના ત્રણ સ્વરૂપ

ભગવાન શિવનું ત્રિશૂળ પ્રકૃતિના શોધ, જાળવણી અને વિનાશ સ્વરૂપોનું પ્રતિક માનવામાં આવે છે. આ ત્રિશૂળમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળનો સમાવેશ થાય છે.

સફળતા મળશે

જો તમે સ્વપ્નમાં ત્રિશૂલ જોવા મળે છે તો શુભ માનવામાં આવે છે અને તેમને જીવનમાં સફળતા મળવાની છે તેનો સંકેત આપે છે.

સમસ્યાઓથી છૂટકારો મળશે

સ્વપ્નમાં ત્રિશૂળ જોવું સુચવે છે કે, વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની હોય છે.  

પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે

ત્રિશૂળ સ્વપ્નમાં આવે છે તો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ વધે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી તમારી તકદીર બદલાઈ જશે