આપણે શિવાલયમાં જઈએ એટલે મહાદેવ સાથે નંદી જોવા મળે જ છે. તો નંદી ભોળાનાથનું વાહન કઈ રીતે બન્યું તે જાણીએ.
પૌરાણિક કથા મુજબ શિલાદ નામના ઋષિનો પુત્ર નંદી હતો. તેમને ત્યાં આવેલા સંતોએ શિલાદ ઋષિને આશીર્વાદ આપ્યા પણ નંદીનેઆશીર્વાદ ન આપ્યા.
આથી શિલાદ ઋષિએ કહ્યું કે તમે નંદીને આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે સંતોએ કહ્યું કે નંદીનું આયુષ્ય ટૂંકું છે.
નંદીએ મહાદેવનું તપ કર્યું અને તેમને પ્રસન્ન કર્યા. નંદીના તપથી રાજી થઈ ભગવાન શિવે નંદીને પોતાનું વાહન બનાવ્યું.
નંદીજીનું મુખ ભગવાન શિવ તરફ છે. તેમનું આ મુદ્રા મહાદેવ પ્રત્યે અતૂટ એકાગ્રતા અને ભક્તિનું પ્રતીક છે. તેમનું ધ્યાન ફક્ત તેમના આદર્શ પર જ કેન્દ્રિત રહે છે.
ભક્તો મંદિરમાં જાય ત્યારે પોતાની ઈચ્છા નંદીના કાનમાં કહે છે. કારણ કે ભોળાનાથ હંમેશા સમાધીમાં રહેતા અને તેઓ જ્યારે જાગતા ત્યારે નંદી બધાની ઈચ્છાઓ તેમને જણાવતા.