જો સ્નાન કરતી વખતે આ બે ભૂલ કરશો, તો તેનાથી તમારા જીવનમાં રાહુ-કેતુનો પ્રભાવ વધી શકે છે. જેના પરિણામે માનસિક અને પારીવારિક સમસ્યા વધી જાય છે.
તમે ક્યા સમયે સ્નાન કરો છો, તેના પર પણ ગ્રહોની અસર થઈ શકે છે.એવામાં સૂર્યોદય પહેલા જ સ્નાન કરવું જોઈએ.
જો તમે અશુદ્ધ જળથી સ્નાન કરતા હશો, તો તેનાથી નેગેટિવ એનર્જી વધી શકે છે. આ સાથે જ તમારા જીવન પર રાહુ-કેતુની કુદ્રષ્ટિ પડી શકે છે.
એવું માનવામાં આવે છે કે, ન્હાતા પહેલા દાઢી કરવી કે વાળ કપાવવાથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી જીવનમાં રાહુ-કેતુનો દુષ્પ્રભાવ વધી જાય છે.
જો તમે રાહુ-કેતુના દુષ્પ્રભાવથી બચવા માંગતા હોવ, તો ગંગાજળમાં તુલસીના પાન મેળવીને સ્નાન કરવું ફાયદેમંદ નીવડી શકે છે.
સ્નાન કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે રાતના સમયે સ્નાન ના કરવું, સ્નાન કર્યાં બાદ તરત જ ના સૂવું તેમજ બાથરૂમમાં જૂના કપડા ના રાખવા વગેરે...
જો તમારા જીવનમાં રાહુ-કેતુનો દોષ હશે, તો એવામાં વારંવાર આર્થિક સમસ્યા, અંદરો-અંદર ઝઘડા અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.