Vastu Tips: નવા વર્ષમાં દેવામાંથી મુક્ત રહેવા માટે અજમાવી શકો છો આ કારગર ઉપાય


By Sanket M Parekh19, Dec 2024 04:16 PMgujaratijagran.com

વાસ્તુ ટિપ્સ

જો તમે પણ દેવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો નવા વર્ષમાં તમે કેટલીક વાસ્તુ ટિપ્સ અજમાવી શકો છો. જેના થકી તમને દેવાના ડુંગર તળેથી બહાર નીકળવામાં મદદ મળશે.

તિજોરીમાં રાખો આ વસ્તુ

તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ એક લાલ કપડામાં ચાંદીનો સિક્કો બાંધીને રાખો. આમ કરવાથી દેવામાંથી ઝડપથી મુક્તિ મળવા લાગશે.

લક્ષ્મી પૂજા કરો

નવા વર્ષના પ્રથમ દિવસે જ કુબેર ભગવાન અને ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરી શકો છો. આ સાથે જ 'ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै नमः' મંત્રનો જાપ કરવો શુભ મનાય છે.

હનુમાનજીની પૂજા કરો

દેવામાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે હનુમાન સાઠીકાનો પાઠ કરો. આમ કરવાથી દેવામાંથી મુક્તિ મળી શકે છે.

દેવા મુક્તિ માટે યોજના

દેવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે યોજના બનાવો. આ માટે નાની-નાની રકમને પહેલા અને મોટી-મોટી રકમને બાદમાં ચૂકવીને દેવામાંથી મુક્તિ મેળવવા રણનીતિ કારગર રહેશે.

ગૌ માતાની સેવા કરો

વર્ષના પ્રથમ દિવસે ગૌ માતાની સેવા કરો. ગાયને ગોળ અને ચણા ખવડાવવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જેમના આશીર્વાદથી દેવામાંથી ઝડપથી મુક્તિ મળી શકે છે.

ખર્ચા ઓછા કરો

બિનજરૂરી ખર્ચા પર રોક લગાવો અને બચત કરવાની આદત પાડવી જોઈએ. આમ કરવાથી પણ તમે દેવાના ડુંગર તળે નહીં દબાવો. આવી આદત લાંબા ગાળે પણ તમને આર્થિક સદ્ધર બનાવવામાં સહાયક રહેશે.

દાન કરો

દરેક અમાસ અને પૂનમના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમામ નેગેટિવ એનર્જી દૂર થવા સાથે જ તમને દેવામાંથી મુક્તિ મળે છે.

નવા વર્ષે ધન પ્રાપ્તિ માટે આ ઉપાયો કરો