શિયાળામાં કેસરનો ઉપયોગ આયુર્વેદ ઔષધ તરીકે કરવામાં આવે છે, જેની ગણતરી વિશ્વના સૌથી મોંઘા મસાલામાં થાય છે. કેસર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.
કેસરની સાથે-સાથે તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. જો કે આજે અમે તમને જણાવીશું કે, કેવા લોકોએ કેસરનું પાણી પીવાનું ટાળવું જોઈએ...
કેસરના પાણીમાં વિટામિન A, વિટામિન B3 અને વિટામિન C ઉપરાંત ફૉલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ, જિંક તેમજ મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, હાર્ટના પેશન્ટે પણ કેસરનું પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે કેસરમાં લોહી પાતળું કરવાના ગુણ મળી આવે છે.
જો તમે પહેલાથી જ કોઈ એલર્જીની સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ, તો આવી સ્થિતિમાં કેસરનું પાણી તમારા માટે હાનિકારક નીવડી શકે છે. આમ છતાં જો કેસરનું પાણી પીવો, તો તમારી સમસ્યા વકરી શકે છે.
અનેક રિસર્ચ પેપરમાં સામે આવ્યું છે કે, પ્રેગ્નેન્ટ મહિલાઓએ કેસરનું પાણી ના પીવું જોઈએ, કારણ કે તેનાથી ગર્ભપાત થવાનો ખતરો વધી જાય છે.
જે લોકોનું પેટ કાયમ સેન્સેટિવ રહેતું હોય, તેમણે કેસરનું પાણી પીવાનું ટાળવું જોઈએ. કેસરમાં રહેલ પુષ્કળ ફાઈબરથી તમારા પેટની પાચન સબંધિત સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
જે લોકો માથામાં દુખાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય, તેમણે પણ કેસરનું પાણી ના પીવું જોઈએ. જેના કારણ તમારી માથામાં દુખાવાની સમસ્યા ડબલ થઈ જાય છે.