વાસ્તુશાસ્ત્રમાં દરેક નાની-મોટી બાબત માટે વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ અનુસાર ઘરમાં કયા પક્ષીનો માળો ન હોવો જોઈએ ? ચાલો જાણીએ
વાસ્તુ કહે છે કે ઘરના આંગણામાં કબૂતરનો માળો હોવો નકારાત્મક ઉર્જા દર્શાવે છે.
કબૂતરનો માળો હોય તો ઘરમાં વાસ્તુ દોષ થાય છે. ઘરમાં ઝગડા જેવી સ્થિતિ સર્જાવા લાગે છે. નાણાકીય અછત સર્જાય છે.
જો કોઈ ઘરમાં ચામાચીડિયું ઘરમાંથી જવાનું નામ ન લે તો તે સ્થિતિ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
ઘરમાં ભૂલથી પણ ચામાચીડિયાનો વાસ ન હોવો જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે.
કોઈપણ વ્યક્તિના ઘરમાં મધપૂડો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કોઈ અપ્રિય ઘટના બની શકે છે.