Rahu Gochar 2025: રાહુના ગોચરથી આ 4 રાશિઓ પર વરસશે ધન, ઘરમાં રહેશે સુખ-શાંતિ


By Sanket M Parekh18, Feb 2025 04:00 PMgujaratijagran.com

રાહુનું કુંભમાં ગોચર

માયાવી ગ્રહ રાહુ ઉલટી ચાલ ચાલીને મીન રાશિમાંથી કુંભમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ..રાહુના ગોચરથી આ 4 રાશિઓને થઈ શકે છે આકસ્મિક ધનલાભ

રાહુનું ગોચર

રાહુ-કેતુ હંમેશા વક્રી અવસ્થામાં પોતાનું રાશિ પરિવર્તન કરે છે, એટલે કે ઉલટી ચાલ ચાલે છે. રાહુનું ગોચર હોળી બાદ કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. તમને મહેનત અને ભાગ્યનો પુરો સાથ મળતા દરેક ક્ષેત્રમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ શકશે. તમારા અટકેલા કામો પૂરા થઈ શકશે. આ સાથે જ લગ્નજીવન માટે પણ આ સમય સારો રહેશે.

ધન

ધન રાશિના જાતકોના જીવનમાં ઘણાં સકારાત્કમ પરિવર્તનો આવશે. શારીરિક સમસ્યામાંથી છૂટકારો અને માનસિક શાંતિ મળશે. માંગલિક પ્રસંગનું આયોજન સંભવ. વિરોધીઓ સામે પ્રગતિ જણાશે. સમાજમાં તમને માન-સન્માન મળશે

સિંહ

આ રાશિના જાતકોને નોકરીમાં ખુશ ખબર મળી શકે છે. જીવનસાથી સાથે પ્રવાસના યોગ બની રહ્યા છે. નવા કામ અથવા મૂડી રોકાણ માટે આ સમય આપના માટે શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. પારિવારિક જીવન પણ સારું રહેશે.

મીન

આ રાશિના જાતકો માટે રાહુનું ગોચર ફાયદેમંદ નીવડશે. તમારો આત્મ વિશ્વાસ વધશે અને દરેક કાર્ય કુશળતાપૂર્વક પાર પાડી શકશો. નવો ધંધો શરુ કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

હાથમાંથી કલાવા ક્યારે કાઢવું જોઈએ?