Rahu Gochar: શનિના ઘરમાં રાહુનો પ્રવેશ, 3 રાશિના જાતકોની કિસ્મત સોના જેમ ચમકશે


By Sanket M Parekh04, Apr 2025 03:52 PMgujaratijagran.com

ગ્રહ ગોચર

દરેક ગ્રહ ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની અસર તમામ 12 રાશિના જાતકો પર જોવા મળે છે. તો ચાલો જાણીએ રાહુ ગોચર કરવાથી કઈ 3 રાશિના જાતકોની કિસ્મત સોનાની જેમ ચમકી ઉઠશે

રાહુ ગોચર

અત્યારે રાહુ મીન રાશિમાં બિરાજમાન છે, પરંતુ મે મહિનામાં તે કુંભ રાશિમાં ગોચર કરશે. જેનાથી અનેક રાશિના જાતકોને લાભ મળી શકે છે.

રહસ્યમય ગ્રહ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાહુને રહસ્યમય ગ્રહ માનવામાં આવ્યો છે, જે એક પાપી અને છાયા ગ્રહ છે. આ એકમાત્ર એવો ગ્રહ છે, જે હંમેશા ઉલટી ચાલ ચાલે છે.

મેષ

મેષ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

કન્યા

રાહુના ગોચરથી કન્યા રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. નોકરિયાત વર્ગને પગાર વધારો તેમજ પ્રમોશનના ચાન્સ મળી શકે છે. રોકાણથી સારો એવો ફાયદો થશે. વર્ષો જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.

ધન

આ રાશિના જાતકોને પણ જીવનમાં અણધારી સફળતા સાંપડી શકે છે. મિત્રો અને સ્નેહીઓનો પુરો સહયોગ મળશે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. સામાજિક કામકાજ માટે સાનુકુળ તકો સર્જાય. ધાર્યું કામ કરવાના પ્રયત્નો ફળશે.

કયા લોકોને ભાગ્યનો સાથ મળે છે! જાણો નીમ કરોલી બાબાએ શું કહ્યું