Rahu Ketu Gochar: રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિની મુશ્કેલી વધશે


By Hariom Sharma17, Mar 2025 04:57 PMgujaratijagran.com

જાણો

પંચાગ મુજબ 16 માર્ચના રોજ રાહુ-કેતુએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. જેની દરેક રાશિ પર સારી ખરાબ અસર પડતી હોય છે. અહીં આપડે કઈ રાશિની મુશ્કેલી વધશે તે જોઈશું.

નક્ષત્ર ગોચર

16 માર્ચના રોજ રાહુએ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર ક્યું છે. જ્યારે કેતુએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું છે.

મિથુન રાશિ

આ સમય સમસ્યાઓથી ભરેલો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તમે અને તમારો પરિવાર ચિંતિત રહેશો.

કર્ક રાશિ

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હવામાનના આધારે, પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. વ્યવસાયમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે.

સિંહ રાશિ

નવા વિવાદમાં ફસાઈ શકો છો. આના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો. આજે તમારે કોઈ નવા કામ માટે બીજાની મદદ લેવી પડી શકે છે. આર્થિક રીતે દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. માતા-પિતા વગેરેનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ધનુ રાશિ

પારિવારિક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મન અશાંત રહેશે. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે. કોઈપણ કામ અંગે કોઈ નિર્ણય ન લો, નહીં તો કામ બગડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

Zodiac Signs: 18 માર્ચના રોજ 5 રાશિને મળશે મોટી સફળતા