ઘર ધન-દોલતથી ભરાઈ જશે, આ ઉપાયો કરો


By Kajal Chauhan03, Mar 2025 05:43 PMgujaratijagran.com

ધનની સમસ્યા દૂર કરવા શું કરવું

10 માર્ચના રોજ આમલકી એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

શુભ સમય

આમલકી એકાદશી 9 માર્ચે રાતે 7.45 થી શરૂ થશે અને 10 માર્ચે 7 વાગીને 44 મિનિટ પર સમાપ્ત થશે. આ સમયે આ ઉપાયો કરવાથી ફાયદો થશે.

માળા અર્પણ કરો

આ દિવસે વિષ્ણુજીને 21 તાજા પીળા ફુલોની બનેલી માળા અર્પણ કરો. સાધક પર નારાયણની કૃપા થશે.

આમળા

આ દિવસે વિષ્ણુજીને આમળા અર્પણ કરવા જોઈએ. જેનાથી સાધકની મનોકામના પૂર્ણ થશે.

દાન

આ દિવસે ગરીબોને ઘન, પીળા રંગની વસ્તુઓ, ગુલાલ અને અન્નનું દાન કરવું જોઈએ. જેનાથી જીવનમાં કોઈ પણ ચીજની અછત નહિ રહે.

આર્થિક સમસ્યા

ધનની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોએ આ ઉપાયો અજમાવવા જોઈએ તેનાથી ધનની અછત દૂર થશે.

હોળી પછી બદલાશે શનિની રાશિ, આ 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ શરૂ થશે