Astrology tips: રૂદ્રાક્ષ પહેરવાથી આ લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે?


By Bhavesh Chaudhary16, Jul 2024 07:18 PMgujaratijagran.com

રૂદ્રાક્ષનું મહત્ત્વ

શિવલિંગ અને રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. જેથી રુદ્રાક્ષ પહેરવાનું વિશેષ મહત્વ છે.

આ લોકોએ રૂદ્રાક્ષ પહેરવો ન જોઈએ

જ્યોતિષીઓનું માનવું છે કે, કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિએ રૂદ્રાક્ષ પહેરવો ન જોઈએ.

માંસાહારી

શાસ્ત્રોમાં રૂદ્રાક્ષને પવિત્ર માનવામાં આવે છે. જેથી જે લોકો માંસાહારી ભોજન ખાય છે તે લોકોએ રૂદ્રાક્ષ પહેરવો જોઈએ નહીં. જો પહેરશો તો ભગવાન શિવ તમારાથી નારાજ થઈ શકે છે.

સુતા સમયે ન પહેરવો

વ્યક્તિ રાત્રે ઉંઘતી વેળાએ રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ કેમ કે રાત્રે સુતા હોઈએ ત્યારે આપણે અપવિત્ર અવસ્થામાં હોઈએ છીએ.

અંતિમ સંસ્કારમાં ન પહેરવો

જો તમે કોઈના અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા હોય તો તે દરમિયાન પણ રુદ્રાક્ષ પહેરીને જશો તો ભગવાન શિવ તમારાથી નારાજ થઈ શકે છે.

બીજા વ્યક્તિનો રુદ્રાક્ષ ન પહેરવો

જ્યોતિષીઓનું માનવું છે કે, વ્યક્તિએ અન્ય વ્યક્તિનો રૂદ્રાક્ષ પહેરવો જોઈએ નહીં.

જ્યોતિષની સલાહ મુજબ પહેરો

ઈચ્છા હોય ત્યારે વ્યક્તિ રુદ્રાક્ષ ન પહેરી શકે તેના માટે પહેલા જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. કેમ કે, દરેક વ્યક્તિ માટે એક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા શુભ માનવામાં આવતા નથી.

સ્પષ્ટીકરણ

આ લેખમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જેની અમે પુષ્ટી કરતા નથી.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મંગળવારે તુલસીને પાણી અર્પણ કરવું જોઈએ કે નહીં? જાણી લો