Surya Gochar 2025: મે મહિનામાં સૂર્ય વૃષભમાં કરશે ગોચર, આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા


By Sanket M Parekh12, Apr 2025 04:00 PMgujaratijagran.com

ગ્રહનું રાશિ પરિવર્તન

ગ્રહોના રાશિ પરિવર્તનથી અનેક જાતકોને ફાયદો થઈ શકે છે. તો ચાલો જાણીએ સૂર્ય દેવના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી કંઈ રાશિઓને લાભ થશે.

સૂર્ય ગોચર

મે મહિનામાં સૂર્ય દેવ વૃષભ રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન અનેક રાશિના જાતકોને જીવનમાં મોટા પરિવર્તન જોવા મળી શકે છે.

આ રાશિઓને થશે ધનલાભ

સૂર્ય દેવના વૃષભ રાશિમાં ગોચર કરવાથી 3 રાશિના જાતકોને ધન લાભ થશે. આ સાથે જ આ જાતકોના જીવનમાં આર્થિક સમસ્યાઓનો અંત આવશે.

સિંહ

સૂર્ય ગોચરની આ રાશિના જાતકોના જીવનમાં પોઝિટિવ અસર જોવા મળશે. નોકરિયાત વર્ગે પ્રમોશન મળી શકે છે. ધંધામાં કોઈ મોટી ડીલ મળવાની સંભાવના રહેશે. દાંમ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. મુશ્કેલીમાંથી માર્ગ મળતો જણાશે. વ્યવસાયિક કામ અર્થે બહાર જવાના યોગ બનશે. વર્ષોથી અટકેલા કામો આગળ વધતા જણાય.

કન્યા

સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને મહેનતનું મીઠું ફળ ચાખવા મળશે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. મિત્રોનો સારો સહકાર મળી રહેશે. વિદ્યાર્થી વર્ગને મહેનતનું ફળ મળતું જણાશે. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા દૂર થતી જણાય. વેપારી વર્ગને સારો એવો નફો મળી શકે છે.નોકરિયાત વર્ગને બઢતીના ચાન્સ મળશે.

કુંભ

સૂર્ય દેવનું વૃષભ રાશિમાં ગોચર આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. કુંભ રાશિના જાતકોને વધારાની આવક ઉભી કરવામાં સફળતા મળશે. મુશ્કેલીમાંથી માર્ગ મળતો જણાશે. જૂના મિત્રોને મળવાના યોગ બનશે, જે લાંબા ગાળે લાભકારી રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

સૂર્યને જળ અર્પણ કરો

આ ઉપરોક્ત રાશિના જાતકોએ સૂર્ય દેવની પૂજા કરતી વખતે જળ ચડાવવું જોઈએ. જેના કારણે વર્ષોથી અટકેલા કાર્યો એક પછી એક આગળ વધવા માંડશે. આ સાથે જ પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

શનિવારે અરીસો તૂટવો શુભ છે કે અશુભ?