Zodiac Signs: 15 દિવસમાં બે ગ્રહણથી 4 રાશિની વધશે મુશ્કેલી


By Sanket M Parekh05, Mar 2025 03:39 PMgujaratijagran.com

માર્ચ મહિનો મહત્ત્વનો

ગ્રહ ગોચર-નક્ષત્ર પરિવર્તન અને તહેવારોની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો છે. તો ચાલો જાણીએ, કઈ 4 રાશિઓને 15 દિવસમાં થતાં બે ગ્રહણથી સાવધાન રહેવાની જરૂર છે.

2025નું પહેલું ગ્રહણ

14 માર્ચના રોજ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે, જ્યારે 29 માર્ચે પ્રથમ સૂર્ય ગ્રહણ થશે. આ સાથે જ આ દિવસે જ શનિ મીન રાશિમાં પ્રવેશ કરવાના છે.

સિંહ

સૂર્ય અને ચંદ્રના ગ્રહણની સિંબ રાશિના જાતકો પર નકારાત્મક અસર પડી શકે છે. વ્યવસાયિક ટેન્શન વધી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે વાણી-વર્તનમાં બદલાવ આવવાના યોગ બનશે. ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં મતભેદ સર્જાય.

કન્યા

આ રાશિના જાતકોને વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે. ભાગીદારો સાથે ભાગીદારી છૂટવાના યોગ બની શકે છે. ધંધામાં લાંબાગાળાના રોકાણમાં નાણાં ફસાઈ શકે છે. ભાઈ-ભાંડુ સાથે વૈચારિક મતભેદો થાય.

તુલા

સૂર્ય અને ચંદ્ર ગ્રહણના કારણે આ રાશિના જાતકોના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. સ્વજનો સાથે સબંધ બગડશે. કોર્ટ-કચેરીને લગતા કામકાજમાં અપયશ મળે.

મકર

આ રાશિના જાતકોને કરિયરમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય કથળી શકે છે. વ્યવસાયિક કાર્યોમાં ઓછી સફળતા મળશે. પરિવારમાં સામાન્ય બાબતે ઘર્ષણ થવાના યોગ બને. સમસ્યાનું નિરાકરણ ના થતાં બેચેની વધશે. સંતાનના અભ્યાસને લઈને ચિંતા રહેશે.

જીવનની દૂર થશે તમામ સમસ્યાઓ, યાદ રાખો નીમ કરોલી બાબાના આ શબ્દો