Surya Shani Yuti: કુંભમાં સૂર્ય અને શનિની યુતિ 4 રાશિની વધારશે મુશ્કેલી


By Sanket M Parekh15, Feb 2025 04:22 PMgujaratijagran.com

સૂર્ય-શનિની યુતિ

સૂર્યદેવ કુંભ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. જ્યારે આ રાશિમાં પહેલાથી જ શનિદેવ બિરાજમાન છે. તો ચાલો જાણીએ કુંભ રાશિમાં બનેલી આ સૂર્ય-શનિની યુતિ કઈ ત્રણ રાશિના જાતકોની મુશ્કેલી વધારશે...

શત્રુ ગ્રહ કહેવાય

સૂર્ય અને શનિ વચ્ચે સારા સબંધ ના હોવાના કારણે તેમને શત્રુ ગ્રહ પણ કહેવામાં આવે છે. એવામાં આ બે ગ્રહોની યુતિ બનવાથી અનેક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે...

કર્ક રાશિ

આ રાશિના જાતકોએ વેપાર-ધંધામાં કોઈ મોટી ડીલ કરતાં પહેલા સો વખત વિચારવું હિતાવહ રહેશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને ખોટ કરાવી શકે છે. આ સિવાય તમે ધાર્યું હશે, તે પ્રમાણે કામ ના થવાથી બેચેની અનુભવશો. લોભામણી સ્કીમોમાં નાણાં ફસાઈ શકે છે.

મિથુન

સૂર્ય-શનિની યુતિથી આ રાશિના જાતકોએ ખાસ સાચવવાની જરૂર છે. કોઈ મોટું રોકાણ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવાનું રાખજો. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સાચવવું પડશે. વ્યાવસાયિક ઉઘરાણી ફસાઈ જાય.

ધન

આ રાશિના જાતકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત વર્ગને બઢતીમાં રૂકાવટ આવી શકે છે. વડીલો સાથે મનદુખના પ્રસંગો બનશે. અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને. શારીરિક તકલીફ રહ્યાં કરશે.

વૃશ્વિક

આ રાશિના જાતકોને જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. માનસિક દ્રષ્ટિએ અણગમતા બનાવો બને. શારીરિક તકલીફોથી પરેશાની વધે. કુટુંબના વડીલો સાથે મનદુખના પ્રસંગો બને. વ્યાપારિક આયોજન નિષ્ફળ નીવડે. હરીફો હાવિ રહે. ધંધામાં આવક અટકતી હોય તેમ લાગ્યા કરે.

બીજાની આ વસ્તુઓ ઘરમાં લાવશો તો થઈ શકો છો કંગાળ