Laryngeal Cancer: શરીરમાં લેરીન્જિયલ કેન્સરની શરૂઆત ક્યાંથી થાય?


By Sanket M Parekh24, May 2025 04:12 PMgujaratijagran.com

સ્વરપેટીનું કેન્સર

લેરીન્જિયલ કેન્સરને સ્વરપેટીનું કેન્સર પણ કહેવામાં આવે છે. જે ગળાના ઉપરના ભાગમાં આવેલ વૉઈસ બૉક્સ (લેરિક્સ)માં વિકસિત થાય છે. જેના કારણે ગળા અને અવાજ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે.

એક્સપર્ટનો અભિપ્રાય

નોઈડા સ્થિત હિલિંગ કેર ENT ક્લીનિકના ENT સ્પેશિયાલિસ્ટ ડૉ. અંકુર ગુપ્તાએ જણાવ્યું કે, લેરીન્જિયલ કેન્સર ત્યારે જ થાય છે, જ્યારે લેરિક્સની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે.

લેરીન્જિયલ કેન્સરના કારણ

લેરીન્જિયલ કેન્સરના કારણોમાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને તમાકુંનું વધારે પડતું સેવન સામેલ છે, જે કેન્સરનો ખતરો વધારી શકે છે. આ સિવાય પર્યાવરણમાં રહેલ હાનિકારક રસાયણ પણ તેનું કારણ હોઈ શકે છે.

કેન્સરના લક્ષણ

લેરીન્જિયલ કેન્સરના લક્ષણોમાં ગળામાં દુખાવો, અવાજમાં ફેરફર, સતત ઉધરસ અને ગળવામાં સમસ્યા થઈ શકે છે. આ લક્ષણો જણાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.

લેરીન્જિયલ કેન્સરને કેવી રીતે ઓળખશો

લેરીન્જિયલ કેન્સરની સારવાર માટે ડોક્ટર બાયોપ્સી, CT સ્કેન સહિત અન્ય ટેસ્ટ કરાવવાની સલાહ આપી શકે છે. જેના પરિણામે કેન્સરની સ્થિતિનો અંદાજ આવી શકે.

લેરીન્જિયલ કેન્સરની સારવાર

લેરીન્જિયલ કેન્સરની સારવાર સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપી અને ઈમ્યુનોથેરાપી દ્વારા કરવામાં આવે છે. આ સારવારની રીત દર્દીની હાલતને જોઈને નિર્ણય લેવામાં આવે છે.

કીમોથેરાપી

સર્જરીમાં કેન્સરગ્રસ્ત ભાગને હટાવી દેવામાં આવે છે, જ્યારે કિમોથેરાપીમાં કેન્સરની કોશિકાઓને નષ્ટ કરવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

રેડિયો થેરાપી

રેડિયો થેરાપીમાં હાઈ રેડિયેશનનો ઉપયોગ કરીને કોશિકાઓને નષ્ટ કરવામાં આવે છે, જે કેન્સરના શરૂઆતના તબક્કામાં કારગત નીવડે છે.

ઈમ્યૂનોથેરાપી

ઈમ્યૂનોથેરાપીમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે, જેથી તે કેન્સર સામે લડવા સક્ષમ બને છે.

Lung Disease: ફેફસા કાળા કેમ પડી જાય છે, લાઈલાજ બીમારીનો ખતરો કોને સૌથી વધુ?