Wear Gold: આ રાશિના જાતકો ભૂલથી પણ ના પહેરે સોનાના દાગીના, થઈ શકે છે નુકસાન


By Sanket M Parekh22, Dec 2024 04:26 PMgujaratijagran.com

સોનું સુંદરતા વધારે

સોનું માત્ર સુંદરતા જ નથી વધારતુ, પરંતુ તે પહેરવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. જો કે કેટલાક લોકોએ સોનું ના પહેરવું જોઈએ, તેમાં જ તેમનું હિત છે.

આ રાશિના જાતકો ના પહેરે

આજે અમે તમને જણાવીશું કે, કઈ રાશિના જાતકોએ ભૂલથી સોનું ના પહેરવું જોઈએ. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

કુંભ રાશિ

જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે, વૃષભ, મિથુન, મકર અને કુંભ રાશિના જાતકોએ સોનું ધારણ કરવાનું ટાળવું જોઈએ.

વૃશ્વિક રાશિ

આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે પણ સોનું પહેરવું શુભ નથી માનવામાં આવતું.

લોખંડના કારીગર ના પહેરે

જે લોકો શનિ ગ્રહ સાથે સંકળાયેલા વેપાર-ધંધા સાથે સંકળાયેલા હોય તેવા જેમ કે કોલસો, ક્રૂડ અથવા લોખંડનું કામ કરતા હોય, તેમણે સોનું પહેરવાથી બચવું જોઈએ.

વેપાર પર વિપરીત અસર

જેનાથી તમારા વેપાર પર વિપરિત અસર થઈ શકે છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. આટલું જ નહીં, લાંબા ગાળા સુધી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

કુંડળીમાં ગુરુની નબળી સ્થિતિમાં ના પહેરો

જો કોઈ જાતકની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય, તો આવી સ્થિતિમાં સોનું ધારણ કરવું શુભ માનવામાં નથી આવતું.

તુલા અને મકર રાશિના લોકો પહેરે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તુલા અને મકર રાશિના લોકો જ સોનું પહેરી શકે છે. આ રાશિના જાતકોને સોનું ધારણ કરવાથી સમ્માનની પ્રાપ્તિ થઈ શકે છે.

શનિની સાડા સાતી દૂર રહેશે, દર શનિવારે કરો આ ઉપાય