ઘણી વાર વાસ્તુશાસ્ત્રના જ્ઞાનના અભાવથી અને અજાણતા મંદિર ઘરની ખોટી દિશામાં બની જાય છે. આનાથી ઘરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને વાસ્તુદોષનો પણ સામનો કરવાનો થઈ શકે છે.
ખોટી દિશામા બનાવેલા મંદિરમાં પૂજા પાઠ કરવાથી સારુ ફળ નથી મળતું, પૂૂજા કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે
મંદિરને પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું શુભ માનવામાં આવે છે
મંદિરને પૂર્વ દિશામાં મંદિર બાંધવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે
ઘરમા પૂજા કરતી વખતે પશ્ચિમ દિશામાં મોંઢુ રાખીને પૂજા કરવી જોઈએ , આમ કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે.
ઘરની દક્ષિણ દિશામાં યમરાજનો વાસ હોય છે અહીં મંદિર બનાવું અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં દિવો ન કરવો.
ઘરની દક્ષિણ દિશામાં બનાવવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી આર્થિક તંગી પણ વધે છે.