Vastu Tips: આવી જમીન પર ભૂલથી પણ ના બનાવશો ઘર, કંગાળ થતા વાર નહીં લાગે


By Sanket M Parekh18, Dec 2024 03:46 PMgujaratijagran.com

વાસ્તુ નિયમ

વાસ્તુ શાસ્ત્રમાં નવું ઘર લેવા માટે નિયમ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વાસ્તુના નિયમો નથી જાણતું, તો તેના જીવનમાં નેગેટિવ એનર્જી હાવી થઈ જાય છે.

જમીનની જાણકારી

વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘરના દોષથી બચી શકાય છે. જો તમે નવું ઘર બનાવી રહ્યાં હોવ, તો તેની જમીન ક્યા પ્રકારની છે? તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

ચક્ર આકારની જમીન

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ચક્રના આકારની જમીન પર ક્યારેય ઘર ના બનાવવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.

આર્થિક સમસ્યા

ચક્રના આકારની જમીન પર બનેલા ઘરમાં ધનની દેવીની લક્ષ્મી માતાની કૃપા ક્યારેય વરસતી નથી. આવા ઘરોમાં આર્થિક અને શારીરીક સમસ્યા સૌથી વધારે રહેતી હોય છે.

ખુલ્લી અને સાંકડી જમીન

વાસ્તુ અનુસાર, ઘર બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ઘર બનાવ્યા બાદ તેની આગળની જગ્યા ખુલ્લી અને પાછળનો ભાગ સાંકડો હોય. આવા ઘરમાં રહેતા લોકોને કાયમ માંદગીનો સામનો કરવો પડે છે.

પરિવાર કંગાળ થશે

જે પ્લૉટની આગળની જમીન ખુલ્લી અને પાછળની સાંકડી હોય, તો ત્યાંના લોકો કાયમ દેવામાં ડૂબેલા રહે છે. તેઓ ઈચ્છતા હોવા છતાં દેવામાંથી મુક્ત નથી થઈ શકતા.

કેવી જમીન પર ઘર બનાવવું?

જો તમે ઘર બનાવવા માટે જમીન લઈ રહ્યા હોવ, તો ત્યાં ખોદકામ દરમિયાન કોલસા, હાડકા કે લોખંડ મળે તો તે જમીન છોડી દેવી જોઈએ.આવી જમીન પર ઘર બનાવવાથી ત્યાં રહેતા લોકોને સફળતા નથી મળતી.

લક્ષ્મીની કૃપા બની રહેશે

ઘર હંમેશા એવી જગ્યા પર બનાવવું જોઈએ, જ્યાની જમીનની લંબાઈ અને પહોળાઈ બન્ને સમાન હોય. આવી જમીન પર બનાવેલ ઘરમાં લક્ષ્મી માતાની કૃપા સદાય વરસતી રહે છે.

2025 માં આ 4 રાશિઓની મુશ્કેલી વધશે