Brain Vein Constriction: મગજની નસો સંકોચાવા પર જોવા મળે છે આ 6 સંકેત


By Sanket M Parekh27, May 2025 04:04 PMgujaratijagran.com

મગજની નસો

વધારે પડતો તણાવ, ચિંતા, ડિપ્રેશન, ખરાબ લાઈફ સ્ટાઈલ તેમજ ખાણી-પીણીની ખોટી આદતોના કારણે મગજની નસો સંકોચાઈ શકે છે. આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે, મગજની નસો સંકોચાવા પર ક્યા 6 સંકેત જોવા મળે છે.

નિર્ણય લેવામાં તકલીફ પડે

મગજની નસો સંકોચાવાના કારણે કોઈ પણ નિર્ણય લેવામાં તકલીફ પડી શકે છે. આથી આ લક્ષણને ઈગ્નોર ના કરશો.

વારંવાર ભૂલવાની આદત

જો તમે વારંવાર વસ્તુઓ રાખીને ભૂલી જાવ છો અને આવું અવારનવાર થઈ રહ્યું હોય, તો તે મગજની નસો સંકોચાવાનો સંકેત હોઈ શકે છે.

માથામાં દુખાવાની સમસ્યા

ક્યારેક-ક્યારેક માથામાં દુખાવો ઉપડે, તો તે સામાન્ય છે, પરંતુ જો તમને વારંવાર તીવ્ર દુખાવો ઉપડતો હોય તો તે મગજની નસો સંકોચાવાના કારણે હોઈ શકે છે.

બોલવામાં તકલીફ

વાત કરતાં-કરતાં જો તમે અટકી જાવ કે શબ્દો ભૂલી જતા હોવ અથવા બોલતી વખતે તમારી જીભ થોથવાય, તો તે મગજ સાથે સંકળાયેલી સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

ચાલતી વખતે અસંતુલન

જો ચાલતી વખતે તમારું સંતુલન બગડી જતું હોય કે તમને લથડીયા ખાવાની સમસ્યા થઈ રહી હોય, તો તે પણ મગજ સાથે સંકળાયેલી સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

મૂડ ઑફ

કોઈ કારણ વિના તમારો સ્વભાવ ચિડીયો થઈ જાય કે મૂડ ઑફ રહેવા લાગે, તો તે પણ મગજની નસો સંકોચાવાનું કારણ હોઈ શકે છે.

સરગવાની ચટણી બનાવવાની રીત અને તેના ફાયદા