Water In Brain: મગજમાં પાણી ભરાવા પર શરૂઆતમાં દેખાય છે આ સંકેત


By Sanket M Parekh22, May 2025 04:10 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

હાઈડ્રોસિફલસ એક ગંભીર સ્થિતિ છે, જેમાં મગજમાં સાઈબ્રોસ્પાઈનલ ફ્લ્યૂડ (CSF) વધારે પ્રમાણમાં જમા થઈ જાય છે. જેના પરિણામે મગજ પર દબાણ વધી જાય છે.તો ચાલો ન્યૂમરોલૉજી ડૉ. પ્રિયંકા શેરાવત પાસેથી જાણીએ મગજમાં સેરેબ્રોસ્પાઈનલ ફ્લ્યૂડ ભરાવા પર કેવા લક્ષણો જોવા મળે છે.

બાળકોમાં કેવી રીતે થાય

આ બીમારી બાળકોમાં જન્મજાત હોઈ શકે છે. CSFનો પ્રવાહ અટકી જાય છે, જેના કારણે માથામાં સોજો તેમજ અન્ય લક્ષણો જોવા મળે છે.

બાળકોમાં મુખ્ય લક્ષણ

માથાનું સામાન્યથી મોટું થવું, ચીડિયો સ્વભાવ, ઉલટી, ઊંઘ ના આવવી અને આંખોમાં સમસ્યા જેવા લક્ષણો જોવા મળી શકે છે.

વયસ્કોમાં હાઈડ્રોસિફલસ

પુખ્ત અને વયોવૃદ્ધ લોકોમાં પણ આ સ્થિતિ ધીમે-ધીમે વિકસિત થાય છે. જેના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. જેને મોટાભાગના લોકો સામાન્ય સમજીને નજરઅંદાજ કરતા હોય છે.

વયસ્કોમાં લક્ષણ

પુખ્ત અને વયોવૃદ્ધ લોકોમાં માથામાં દુખાવો, થાક, યાદશક્તિ નબળી પડવી, ડિમેન્શિયા અને પેશાબ કરવામાં તકલીફ થવી તેમજ ચાલવામાં અસમર્થતા જેવા લક્ષણો જોવા મળે છે.

શું કારણ હોઈ શકે છે?

માથામાં ઈજા, બ્રેઈન ટ્યૂમર, કરોડરજ્જૂના હાડકામાં ચેપ, સ્ટ્રોક કે જન્મજાત કોઈ સમસ્યા આ બીમારીનું મુખ્ય કારણ બની શકે છે.

તપાસ કેવી રીતે થાય?

સિટી સ્કેન, MRI અને ન્યૂરોલૉજિકલ ટેસ્ટ થકી ડૉક્ટર હાઈડ્રોસિફલસની પુષ્ટિ કરે છે. જેના આધારે સારવાર શરૂ કરવામાં આવે છે.

સારવાર શું છે?

સારવારમાં સર્જરી દ્વારા શંટ સિસ્ટમ લગાવવામાં આવે છે. જેનાથી એક્સ્ટ્રા ફ્લ્યૂઈડને નીકાળવામાં આવે છે. સમયસર સારવારથી રિકવરી સંભવ છે.

આ લોકોએ ભૂલથી પણ કાચા પપૈયાનું સેવન ન કરવું જોઈએ?, જાણો કેમ