ભગવાન ગણેશે વક્રતુંડ અવતાર લઈ રાક્ષસ મત્સરાસુરને હરાવ્યો હતો અને તેના બન્ને દિકરાનો નાશ કરેલો.
ભગવાન ગણેશે એકદંતનો અવતાર લઈ મદાસુરને યુદ્ધમાં હરાવ્યો હતો. કારણ કે તે દેવતાઓ પર ખૂબ અત્યાચાર કરતો હતો.
દૈન્ય મોહાસુરના અત્યાચારોથી પરેશાન દેવ-દેવીઓએ ભગવાન ગણેશને આહવાન કર્યું. ત્યારે ગણેશજીએ મહોદર અવતાર લીધો હતો.
એક વખત કમાસુર અસુરે દેવતાઓ પર અત્યાચાર કર્યાં. ત્યારે ગણેશજીએ વિકટ અવતાર લીધો અને તેને હરાવ્યો.
એક વખત લોભાસુરે લોકો પર અત્યાચાર કર્યો ત્યારે ભગવાન ગણેશે ગજાનનનું સ્વરૂપ ધારણ કરી તેનો નાશ કર્યો.
ભગવાન ગણેશનો એક અવતાર લંબોદર પણ છે.આ અવતાર તેમણે ક્રોધાસુરના અત્યાચારને અટકાવવા માટે લીધો હતો.
ભગવાન ગણેશે વિઘ્રરાજ અવતાર ધારણ કર્યો અને ત્યારબાદ મમાસુરના નામ મર્દન કરતા દેવતાઓને બંદીગૃહથી મુક્ત કરાવેલ.
ભગવાન ગણેશનો એક અવતાર ધૂર્મવર્ણ પણ છે. ધૂર્મવર્ણે અહંતાસુરનો અંત કર્યો અને દેવાઓને રાહત અપાવી. આ માહિતી ફક્ત માન્યતા, ધાર્મિક ગ્રંથો તથા વિવિધ માધ્યમ આધારિત છે.