Pitra Dosh: આ સંકેત દેખાય તો સાવધ થઈ જાવ, ઘરમાં હોઈ શકે છે પિતૃદોષ


By Sanket M Parekh26, Mar 2025 03:51 PMgujaratijagran.com

હિન્દુ શાસ્ત્રો

હિન્દુ શાસ્ત્રોમાં પૂર્વજોનું વિશેષ સ્થાન છે. એવી માન્યતા છે કે, પૂર્વજો આપણી વચ્ચે કોઈને કોઈ રૂપે હાજર છે. એવું મનાય છે કે, જો આપણા પૂર્વજો નારાજ થઈ જાય, તો ઘરમાં અશુભ ઘટનાઓ થવા માંડે છે. હકીકતમાં આની ઘટનાઓ પિતૃદોષના કારણે થઈ શકે છે. જો તમારા ઘરમાં પણ આવી કોઈ ઘટના થઈ રહી હોય, તો તે પણ પિતૃ દોષનો સંકેત હોઈ શકે છે.

પિતૃ દોષ

ઘણી વખત ઘરમાં કેટલીક ખરાબ ઘટનાઓ ઘટવા માંડે છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો કે આપણાં ઘરમાં પિતૃ દોષ છે. તો ચાલો જ્યોતિષાચાર્ય અને વાસ્તુ એક્સપર્ટ ડૉ. આરતી દહિયા પાસેથી જાણીએ એવા ક્યા સંકેતો છે, જેનાથી ખબર પડી શકે છે કે, ઘરમાં પિતૃ દોષ છે.

ઘરમાં તણાવની સ્થિતિ

જો તમારા ઘરમાં કોઈને કોઈ કારણોસર સતત તણાવની સ્થિતિ રહેતી હોય અને તેનું કારણ તમને પણ ખબર ના પડતી હોય, તો તે પિતૃદોષનું લક્ષણ હોઈ શકે છે.

વધારે પડતા વિચાર

જો તમે કોઈ નાની વાતને લઈને ખૂબ જ વધુ પડતાં વિચાર કરવા લાગો છો અને ઈચ્છવા છતાં આ આદતને રોકી નથી શકતા, તો સમજી જાવ તે તમારા ઘરમાં પિતૃ દોષનો એક મોટો સંકેત હોઈ શકે છે.

ઘરમાં પીપળો ઉગવો

આમ તો પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેને ઘરમાં ના ઉગાડવાની સલાહ આપવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ અચાનક પીપળાના છોડ ઉગી નીકળે, તો તે પિતૃ દોષનું લક્ષણ હોઈ શકે છે.

તુલસી સૂકાઈ જવી

તુલસીને ઘરમાં સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે અચાનક તુલસી સૂકાઈ જાય, તે ઘરમાં આવનારી કોઈ મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો તમારા ઘરમાં રહેલો તુલસીનો છોડ અચાનક સૂકાઈ જાય, તો તે પિતૃ દોષનું કારણ હોઈ શકે છે.

લડાઈ-ઝઘડા અને સ્વાસ્થ્ય કથળવું

જો તમારા ઘરમાં કોઈ કારણ વિના સતત લડાઈ ઝઘડા થતા હોય અને પરિવારના સભ્યો સાથે સબંધો વણસી રહ્યા હોય, તો તે પિતૃઓની નારાજગીનો સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત જો તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય અચાનક કોઈ કારણ વિના કથળવા લાગે અને ઘરના સભ્યો વારંવાર બીમાર પડી જાય તેમજ સારવાર છતાં તબીયતમાં કોઈ સુધારો ના જણાય, તે પિતૃ દોષનું કારણ હોઈ શકે છે.

Pen: કયા રંગની પેન ધનને આકર્ષે છે?