Stopping Sneeze: ભૂલથી પણ ના કરશો છીંક રોકવાની કોશિશ, જઈ શકે છે જીવ


By Sanket M Parekh25, May 2025 03:58 PMgujaratijagran.com

હેલ્થ માટે હાનિકારક

જનરલ ઑફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, છીંકને રોકવી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. જે આપણા સ્વાસ્થ્ય પર અનેક રીતે નકારાત્મક અસર પાડી શકે છે. તો ચાલો છીંક રોકવાથી થતાં નુકસાન વિશે જાણીએ...

છીંક શું છે?

છીંક આપણા શરીરમાંથી ગંદકીને બહાર નીકાળવાની એક રીત છે. જ્યારે આપણાં નાકમાં કોઈ ગંદકી કે બેક્ટેરિયા હોય, ત્યારે છીંક આવે તે સ્વાભાવિક છે.

છીંક રોકવાથી શું થાય?

જ્યારે આપણે છીંક રોકીએ છીએ, ત્યારે શરીરમાં દબાણ વધી જાય છે. જેના પરિણામે નાક, કાન અને ગળામાં સમસ્યા સર્જાઈ શકે છે.

માથામાં દુખાવાનું કારણ

છીંક રોકવાના કારણે માથામાં તીવ્ર દુખાવો થઈ શકે છે. જે માથામાં દબાણ પેદા કરે છે, જે બાદમાં અધાશીશીનું કારણ બની શકે છે.

કાનમાં સમસ્યા

છીંક રોકવાના કારણે કાનમાં પણ દબાણ વધી શકે છે. જેના પરિણામે કાનમાં દુખાવો, ઈન્ફેક્શન અને સાંભળવામાં સમસ્યા થઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ

છીંક રોકવાના કારણે શ્વાસનળીમાં દબાણ વધવાના કારણે શ્વસન સબંધિત સમસ્યા થઈ શકે છે. જેના પરિણામે પલ્મોનરી ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

સાઈનસ ઈન્ફેક્શનનો ખતરો

છીંક રોકવાથી સાઈનસમાં ગંદકી ફસાઈ રહે છે. જેના પરિણામે સાઈનસ ઈન્ફેક્શન થઈ શકે છે. જે વધારે પીડાદાયક નીવડી શકે છે.

બ્લડ વેસેલ્સને અસર

જ્યારે આપણે છીંકને દબાવીને રોકીએ છીએ, તો તેનાથી બ્લડ વેસેલ્સ તૂટી શકે છે. જેનાથી ચહેરા પર લાલ ધબ્બા કે ઈજા થવાની સંભાવના વધી જાય છે.

છીંક ખાઈ લેવી

જો છીંક આવી રહી હોય, તો કુદરતી રીતે જ તેને ખાઈ લેવી જોઈએ. શરીરને આરામ આપવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા ના થાય.

હેન્સપ્રી કે બ્લૂટૂથ કયા ઇયરફોન વધુ નુકસાનકારક છે?