હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિમાં માઁ દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દરમિયાન 9 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે અને કળશની સ્થાપના કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તિભાવથી હનુમાનજીની પૂજા કરવામાં આવે, તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેનું આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. આ વિશે જાણીતા જ્યોતિષાચાર્ય રાધાકાંત વત્સ પાસેથી વિગતવાર માહિતી મેળવીએ...
હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે અને તેમને નવરાત્રિની અનેક લીલાઓ સાથે જોડવામાં આવ્યા છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિમાં હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને નકારાત્મક ઉર્જા અને ખરાબ આદતોમાંથી મુક્તિ મળે છે.
નવરાત્રિમાં હનુમાનજીની પૂજા કરવાથી આધ્યાત્મિક અને શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે. જેના પરિણામે જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
હનુમાનજીને ભક્તિ અને નિસ્વાર્થ સેવાનું પ્રતિક માનવામાં આવે છે. આથી તેમની પૂજા કરવાથી ભક્તિની ભાવના પ્રબળ બને છે.
નવરાત્રિમાં હનુમાનજીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં પોઝિટિવ પરિવર્તન જોવા મળે છે.
નવરાત્રિમાં માઁ દુર્ગાની સાથે-સાથે હનુમાનજીની પૂજા કરવી પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. એવામાં નવરાત્રિ દરમિયાન હનુમાનજીની પૂજા કરવાથી શનિ અને રાહુના દોષમાંથી મુક્તિ મળે છે.
નવરાત્રિમાં પૂજા સમયે હનુમાનજીની ભક્તિ કરવા સાથે રામનામના જાપ કરો. જેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.