શું સોનાનું દાન કરવું જોઈએ ?


By Kajal Chauhan30, Jan 2025 05:11 PMgujaratijagran.com

સોનાનું દાન કરવું શુભ

એવું માનવામાં આવે છે કે સોનાનું દાન કરવું શુભ છે. સોનાનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

સાત જન્મનું ફળ

એવી માન્યતા છે કે કોઈ પણ ધનનું દાન કરો છો તો એક જન્મનું ફળ મળે છે પરંતુ સોનાનું દાન કરવાથી સાત જન્મોનું ફળ મળે છે.

નકારાત્મકતા દૂર થાય

જો તમે સોનાનું દાન કરો છો તો જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે.

ઘરમાં સુખ સમુદ્ધિ

સોનાનું દાન કરવાથી જાતકોના ઘરનાં સુખ અને સમુદ્ધિ બની રહે છે. સાથે જ અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

ગુરુ ગ્રહ

સોનાના દાનનો સીધો સંબંધ ગુરુ સાથે છે. કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ શુભ હોય તો જ તેનું દાન કરવું જોઈએ. જો ગુરુ ગ્રહની નબળી સ્થિતિ હોય તો સોનાનું દાન ન કરવું જોઈએ.

ગ્રહોની સ્થિતિ

એવું માનવામાં આવે છે કે સોનાની વસ્તુનું દાન કરતાં પહેલા જાતકે તેની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ અને દશા જરુર તપાસવી જોઈએ.

તુલસી તોડતી વખતે ન કરો આ 3 ભૂલો, થઈ શકે છે આ નુકસાન