Astro Tips: ઘરમાં જૂના કપડાથી પોતું મારવાથી શું થાય?


By Sanket M Parekh15, Apr 2025 03:47 PMgujaratijagran.com

જ્યોતિષ ટિપ્સ

મોટાભાગના ઘરોમાં લોકો જૂના કપડા કે નકામા ગાભાનો ઉપયોગ પોતું મારવા માટે કરતાં હોય છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે, આવું કરવું કેટલું યોગ્ય છે. આ સંદર્ભે અમને વારણસી સ્થિત શ્રી હનુમંત જ્યોતિષ સંસ્થાનના સ્થાપક જાણીતા જ્યોતિર્વિદ અમિતકુમાર મિશ્રએ વિગતવાર માહિતી આપી છે.

નકારાત્મક ઉર્જાનો સંચાર

જો તમે પણ ઘરમાં જૂના કપડા કે નકામા ગાભાથી પોતું મારો છો, તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જૂની અને નકામી વસ્તુઓ પર નેગેટિવ એનર્જીનો પ્રકોપ જલ્દી પડતો હોય છે.એવામાં જૂના કપડા કે નકામા ગાભાથી પોતા મારવાનું ટાળવું જ હિતાવહ રહેશે.

ગ્રહોની દશા પર અસર

જો તમે પણ ઘરમાં જૂના કપડાથી પોતું મારો છો, તો તેનાથી તમારી કુંડળીમાં ગ્રહોની દશા ખરાબ કરી શકે છે. હકીકતમાં ઘરમાં સાફ-સફાઈ ખૂબ જ જરૂરી છે. એવામાં નકામા ગાભાથી લૂછવાથી તમને જ નુકસાન પહોંચી શકે છે.

ધનની દેવી લક્ષ્મી થશે નારાજ

ઘરમાં જૂના કપડાથી પોતું મારવામાં આવે, તો તમને ધનની હાનિ થઈ શકે છે.હકીકતમાં ધનની દેવી લક્ષ્મી માતાના સાફ-સફાઈ ખૂબ જ પસંદ છે. એવામાં જૂના કપડાથી પોતું મારવામાં આવે, તો ઘરમાં યોગ્ય રીતે સફાઈ થઈ શકતી નથી. જેના પરિણામે લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.

બીમારીઓ વધે

જો તમે ઘરમાં જૂના કપડાથી પોતું મારો છો, તો તમારા પરિવારના સભ્યો એક પછી એક બીમારીનો શિકાર બનતા રહે છે, કારણ કે જૂના ગાભા અશુદ્ધ એનર્જીનું વહન કરી શકે છે.

તણાવ વધે

જો તમે ઘરમાં નકામા ગાભાથી પોતું મારો છો, તો તેના પરિણામે પરિવારમાં તણાવની સ્થિતિ વકરી શકે છે. હકીકતમાં જૂની અને નકામી વસ્તુઓથી નેગેટિવિટી જલ્દી ફેલાય છે. જેના પરિણામે તે તમારા જીવનમાં તરત જ અસર કરી શકે છે.

પૂજા પ્રભાવિત થાય

જો તમે ઘરમાં જૂના કપડાથી પોતું મારો છો, તો તમારા ઘરમાં દરેક શુભ કામમાં અડચણો આવતી રહે છે. આવી સ્થિતિમાં ઘરમાં થતી તુલસી કે દેવી-દેવતાની પૂજા પ્રભાવિત થઈ શકે છે.

નવા કપડાનો ઉપયોગ કરો

જો તમારે પણ ઘરમાં પોતું મારવું હોય, તો માર્કેટમાં મળતું પોતું મારવાનું કપડું ખરીદી શકો છો. આ સિવાય તમે કોઈ ચોખ્ખો અને ઉપયોગમાં ના લેવાયો હોય, તેવા ગાભાનો ઉપયોગ પણ પોતું મારવા માટે કરી શકો છો.

આ રાશિના લોકોએ સોનાની વીંટી પહેરવી જોઈએ