Laddu Gopal: લડ્ડુ ગોપાલની મૂર્તિ ખંડિત કે જૂની થઈ ગઈ હોય તો શું કરવું?


By Sanket M Parekh28, Dec 2024 04:17 PMgujaratijagran.com

નિયમિત પૂજા

જો તમારા ઘરમાં પણ લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય, તો તેમની નિયમિત પૂજા કરવી જોઈએ. જેનાથી લડ્ડુ ગોપાલની કૃપા વરસતી રહે છે.

લડ્ડુ ગોપાલની ખંડિત મૂર્તિ

ઘણી વખત ભૂલથી અથવા અન્ય કોઈ કારણોસર લડ્ડુ ગોપાલની મૂર્તિ ખંડિત થઈ જાય છે. એવામાં ગભરાશો નહીં, આજે અમે આ લેખ થકી જણાવીશું કે, જો લડ્ડુ ગોપાલની મૂર્તિ ખંડિત થઈ જાય તો એવામાં તમારે શું કરવું જોઈએ?

મૂર્તિ જોડવાનો પ્રયાસ

જો કોઈ કારણોસર લડ્ડુ ગોપાલની મૂર્તિ અચાનક ખંડિત થઈ જાય, તો સૌ પ્રથમ તો તમારે તેને જોડવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ બાબતનું ધ્યાન રાખો

જો કે મૂર્તિ જોડતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે, તેમની મૂર્તિનો કોઈ ભાગ અલગ ના થવો જોઈએ. મૂર્તિનો જોડતી વખતે દરેક ટૂકડાને વ્યવસ્થિત રીતે ગોઠવીને પણ જોડવા જોઈએ.

મંદિરની બહાર

ખંડિત મૂર્તિની પૂજા ના કરવી જોઈએ. આ માટે સૌ પ્રથમ તો ખંડિત મૂર્તિને મંદિરની બહાર નીકાળીને કોઈ સાફ જગ્યા પર રાખવી જોઈએ.

વૃક્ષ નીચે રાખો

ખંડિત મૂર્તિની ક્ષમા યાચના કરીને તેને ઘરની બહાર કોઈ પવિત્ર જગ્યા પર રાખી દો. જો તમે ઈચ્છો તો ખંડિત મૂર્તિને કોઈ મંદિરની બહાર અથવા કોઈ પવિત્ર વૃક્ષ નીચે પણ રાખી શકો છો.

ખંડિત મૂર્તિનું વિસર્જન

જ્યોતિષ અનુસાર, ખંડિત મૂર્તિનું વિસર્જન જન્માષ્ટમીના દિવસે જ કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ દિવસે જ નવી મૂર્તિ લાવી શકો છો.

જો જો આ ભૂલ ના થાય

Mayur Shikha Plant: ઘરમાં મયુર શિખાનો છોડ રોપવાથી થશે ધન પ્રાપ્તિ