કિચનમાં મંદિર રાખવું જોઈએ કે નહિ ?


By Kajal Chauhan21, Mar 2025 04:25 PMgujaratijagran.com

કિચનમાં મંદિર હોવું

વાસ્તુ અનુસાર કિચનમાં મંદિર હોવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે રસોઈ અગ્નિ તત્વ સાથે જોડાયેલી હોય છે અને પૂજા માટે શાંતિ હોવી જોઈએ.

અન્નપૂર્ણા દેવી નારાજ

એવું માનવામાં આવે છે કે કિચનમાં મંદિર રાખવાથી માતા અન્નપૂર્ણા દેવી નારાજ થાય છે. અને કોઈ પણ પ્રકારના શુભ ફળો મળતા નથી.

કિચનમાં ભોજનનો વાસણો

કિચનમાં ભોજનના વાસણો પણ પડેલા હોય છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને પૂજાનું ફળ મળતું નથી.

સકારાત્મક ઉર્જા ઓછી થવી

પૂજા કરવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. પરંતુ મંદિરમાં રસોઈના કારણે તેનો પ્રભાવ ઓછો થવા લાગે છે.

મંદિરનો રંગ

જો તમે કોઈ કારણસર કિચનમાં મંદિર રાખો છો તો તેનો રંગ લાલ રંગનો રાખવો જોઈએ.

મંદિર માટે અલગ સ્થાન

વાસ્તુ અનુસાર ઘરમાં મંદિર માટે અલગ સ્થાન જરુર રાખવું જોઈએ. આવું કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે.

Premanand Ji Maharaj: શું મુશ્કેલીમાં ભગવાનને યાદ કરવા એ સ્વાર્થ છે? જાણો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું