જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાતના સમયે ઉધાર પૈસા આપવા શુભ નથી માનવામાં આવતું. તો ચાલો જાણીએ તેની પાછળના કારણો...
એવું માનવામાં આવે છે કે, રાતના સમયે પૈસા ઉધાર આપવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. જેના પરિણામે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
રાતના સમયે ઉધાર આપવામાં આવેલા પૈસા જલ્દી પરત નથી આવતા. આ સાથે જ આર્થિક સમસ્યા પણ વધી જાય છે.
રાતના સમયે પૈસાને ઉધાર આપવાથી તમારા પર દેવાનું ભારણ વધી જાય છે. જેના પરિણામે તમારી આર્થિક સ્થિતિ કથળી શકે છે.
રાતના સમયે પૈસા ઉધાર આપવાથી સબંધોમાં મતભેદ ઉભા થઈ શકે છે. જે આગળ જતાં લડાઈ-ઝઘડાનું કારણ બને છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાતના સમયે નેગેટિવ એનર્જી વધી જતી હોય છે. આથી આ સમયે પૈસા ઉધાર આપવા શુભ માનવામાં નથી આવતા.
ધન સબંધી કોઈ પણ લેવડ-દેવડ સવારે અથવા બપોરના સમયે કરવી યોગ્ય માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સ્થિર જળવાઈ રહે છે.