બિંદી અર્થાત ચાંદલાને હિન્દુ ધર્મમાં સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ઘણી મહિલાઓ બિંદીને કાંચ અર્થાત અરિસા પર ચોંટાડી દેતી હોય છે.તો ચાલો જાણીએ, બિંદીને અરીસા પર ચોંટાડવાથી શું થાય...
બિંદી શ્રૃંગારની વસ્તુની સાથે-સાથે મહિલાઓ માટે અખંડ સૌભાગ્યવતીનું પ્રતિક પણ હોય છે. સુહાગના પ્રતિકને અરિસા પર ચોંટાડવું ખોટું માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, જે મહિલા અરિસા પર બિંદીને ચોંટાડે છે, તેના જીવનમાં એક પછી એક પરેશાની શરૂ થઈ જાય છે. આવી મહિલાના પતિ પર તેની ખરાબ અસર પડે છે.
એવું કહેવાય છે કે, અરિસા પર બિંદી ચોંટાડવાથી લગ્નજીવનમાં ખટરાગ શરૂ થઈ જાય છે. આટલું જ નહીં, પતિ-પત્ની વચ્ચે પ્રેમ ઘટી જાય છે.
અરિસા પર બિંદી ચોંટાડવાથી પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વધવા લાગે છે. આ સાથે જ બન્ને વચ્ચે અંદરોઅંદર મતભેદ વધવાથી સબંધો પણ વણસે છે.
એવી માન્યતા છે કે, મહિલાઓએ ક્યારેય પણ અરિસા પર બિંદી ના લગાવવી જોઈએ. આમ કરવાથી સૌભાગ્યનો અનાદર થાય છે.