તુલસી અને છાસનું સેવન કરવાના ફાયદા અને અસરો વિશે જાણો


By Vanraj Dabhi22, May 2025 10:29 AMgujaratijagran.com

ઉનાળાનો આહાર

ઉનાળામાં તમારે તમારા આહારમાં છાશનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ, કારણ કે તે ગરમીમાં તમારા શરીરને ઠંડુ રાખે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.

તુલસીના પાન

તુલસીની તાસીર ભલે ગરમ હોય, પણ તેમના ઔષધીય ગુણો અદ્ભુત છે અને તે સ્વાસ્થ્ય માટે વરદાન છે.

તુલસી અને છાશ

છાશમાં તુલસીના પાન ઉમેરીને તેનું સેવન કરી શકો છો. જો તમે તુલસીને રાતભર છાશમાં નાખીને સવારે તેનું સેવન કરશો, તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે, ચાલો જાણીએ.

રોગપ્રતિકારક શક્તિ વધારે

છાશમાં તુલસીના પાન નાખીને આ મિશ્રણનું સેવન કરો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને મોસમી રોગો થવાની શક્યતા ઓછી થશે.

પાચન સારું થશે

છાશ પહેલેથી જ પ્રોબાયોટિક છે અને તેમાં તુલસીના પાન ઉમેરીને સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

ક્રોનિક રોગનું નિવારણ

તુલસી અને છાશનું એકસાથે સેવન કરવાથી ક્રોનિક રોગો (લાંબા ગાળાના રોગો, જેમ કે કેટલાક લોકોને વારંવાર શરદી થાય છે) અટકાવે છે.

લોહીની ઉણપ દૂર કરે

છાશ અને તુલસીનું સેવન એકસાથે કરવાથી શરીરમાં લોહી પણ વધારે છે. આ બંને પોષક તત્વો લાલ રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી છે.

શું ડાયાબિટીસ વાળ ખરવાનું કારણ બને છે? નિષ્ણાતો પાસેથી શીખો