Meaning Of Panoti: પનોતી એટલે શું? જાણો તેના લક્ષણો


By Vanraj Dabhi20, Jan 2025 11:59 AMgujaratijagran.com

પનોતી એટલે શું?

જ્યારે આપણું કોઈ કામ પૂરું ન થાય ત્યારે આપણે ઘણીવાર પનોતી શબ્દનો ઉપયોગ કરતા હોય છીએ, તેમ છતા મોટાભાગના લોકો પનોતી શબ્દનો અર્થ જાણતા નથી.

પનોતીનો અર્થ

આપણે પનોતી શબ્દનો ઉપયોગ દુર્ભાગ્ય માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે પનોતી શબ્દ શનિ સાથે જોડાયેલો છે.

જ્યોતિષ શાસ્ત્ર

જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ ગ્રહદશા. પનોતીનો મૂળ સિદ્ધાંત શનિ-ચંદ્રના રાશિપ્રવેશ અને પરિભ્રમણ ઉપર રહેલો છે.

અંધશ્રદ્ધા

શનિદેવની સાડા સાતી કે પનોતી હંમેશા અશુભ માનવામાં આવતી નથી. શનિદેવે ભગવાન શિવની પૂજા કરી હતી જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શનિદેવને નવ ગ્રહોના ન્યાયાધીશ બનાવ્યા હતા.

નિષ્ફળતા

ઘણી વાર કેટલીક આદતો લોકોને નિષ્ફળતા તરફ ધકેલતી હોય છે. ચાલો આવી જ કેટલીક આદતો વિશે જાણીએ.

નકારાત્મક વિચાર

નકારાત્મક વિચાર એ સૌથી મોટી પનોતી છે. આ ખરાબ વિચારો લોકો મન પર જ નહીં પરંતુ તેના જીવન પર પણ અસર કરે છે.

આળસ

આળસુ લોકો તેમના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી. આળસ કરિયર અને અંગત જીવનને પણ અસર કરે છે.

ખરાબ વર્તન

અસંસ્કારી લોકો અન્ય લોકો સાથે આદર પુર્વક વર્તન નથી કરતા જેના કારણએ સંબંધો બગડે છે.

અવિશ્વાસ

જે લોકો બીજા પર વિશ્વાસ નથી કરતા તેઓ એકલા પડી જાય છે. આ આદત સંબંધોને બગાડવાની સાથે કામ પર પણ અસર કરે છે.

અસંતોષ

જે લોકો હંમેશા ઓછુ મળવાની ફરિયાદ કરે છે તેઓ ક્યારેય ખુશ નથી રહી શક્તા, તેથી અસંતોષ વ્યક્તિની આ આદત માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

વાંચતા રહો

એસ્ટ્રો અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આજે આ રાશિઓના બગડેલા કામ સુધરશે