હિન્દુ ધર્મમાં ભાઈબીજનું વિશેષ મહત્ત્વ હોય છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજની તિથિએ ભાઈબીજનો પર્વ મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ભાઈ-બીજ પર કેવું તિલક લગાવવું શુભ મનાય છે.
ભાઈબીજ પર ભાઈને કુમકુમ અર્થાક કંકુનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી ભાઈના જીવનમાં સફળતાના માર્ગ ખુલે છે.
ભાઈબીજ પર ભાઈને કુમકુમનું તિલક લગાવવાથી તેને ભાગ્યનો સાથ મળે છે અને ભાઈનો સૂર્ય મજબૂત બને છે.
ભાઈબીજના દિવસે ભાઈને હળદરનું તિલક લગાવવું પણ શુભ માનવામાં આવે છે. જેનાથી શારીરિક દોષ દૂર થાય છે અને ભાઈનો ગુરુ ગ્રહ મજબૂત બને છે.
ભાઈબીજ પર ભાઈને ચંદનનું તિલક પણ લગાવી શકાય છે. જેનાથી ભાઈની કુંડળીમાં રાહુ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે.
ભાઈબીજ પર ભાઈને ચંદનનું તિલક લગાવવાથી તેને જીવનમાં અપાર સફળતા હાંસલ થાય છે. ભાઈ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે છે.
ભાઈબીજે ભાઈને કેસર તિલક પણ લગાવી શકો છો. કેસરના તિલકને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. જેનાથી ભાઈની બુદ્ધિનો વિકાસ થાય છે.