ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય છે. આ સંજોગોમાં ઘણા ઓછા લોકો જાણે છે કે આ સ્થિતિમાં શું કરવું જોઈએ.
જો ઘરમાં લીલોછમ છોડ ઓચિંતા જ સુકાઈ જાય છે તો તે વાતના સંકેત આપે છે કે ઘરમાં કોઈ સંકટ આવી શકે છે.
શાસ્ત્રો પ્રમાણે તુલસીનો સૂકાયેલ છોડને ઘરની બહાર રાખવો જોઈએ, તેને માન સન્માનથી બહાર કાઢવો જોઈએ.
તુલસીના સૂકાયેલા છોડને કોઈ પવિત્ર નદી, તળાવ, સરોવર કે પવિત્ર જળાશયમાં વિસર્જિત કરવો જોઈએ.