Vastu Tips For Interview: ઇન્ટરવ્યૂ આપતા પહેલા અજમાવો આ ઉપાય, 100 ટકા મળશે સફળતા


By Sanket M Parekh02, Jan 2025 04:12 PMgujaratijagran.com

પીળા વસ્ત્રો ધારણ કરો

વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોવ, તો સામાન્ય પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.

ભગવાનની પૂજા કરો

આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી અને 'ॐ गण गणपतये नमो नमः' મંત્રનો જાપ કરવો શુભ મનાય છે.

મોં મીઠું કરવું

ઈન્ટરવ્યૂ માટે જતા પહેલા મોંઢું મીઠું કરવું શુભ મનાય છે. આથી સાકર અને દહીનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.

પોઝિટિવ વિચારો

ઈન્ટરવ્યૂ દરમિયાન પોઝિટિવ વિચાર અને સમજણપૂર્વક જવાબ આપવાનું રાખો.આમ કરવાથી તમને જ ફાયદો થઈ શકે છે.

આ દિશા તરફથી નીકળો

ધ્યાન રાખો કે, ઈન્ટરવ્યૂ માટે ઘરની બહાર નીકળતા સમયે પહેલું પગલું ઉત્તર-પૂર્વની દિશામાં રાખો. આમ કરવું વાસ્તુ મુજબ શુભ માનવામાં આવે છે.

ખિસ્સામાં ચાંદીનો સિક્કો

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઈન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળતા સમયે ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખવો જોઈએ. આમ કરવાથી પોઝિટિવ એનર્જી તમારા તરફ આકર્ષિત થાય છે.

ઊંડા શ્વાસ લો

ઈન્ટરવ્યૂ આપતા પૂર્વે ઊંડા શ્વાસ લો. આમ કરવાથી તણાવ ઓછો થશે અને આત્મવિશ્વાસને વધવામાં મદદ મળશે.

આ રાશિઓનો આજે રોકાણ માટે ખાસ દિવસ