હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે વિધિ પૂર્વક પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે ના કરવો જોઈએ
સૂતક કાળના સમયે હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. સૂતક કાળ એક એવો સમય છે, જે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ શરૂ થાય છે.આ સમયે કોઈપણ પ્રકારની પૂજા-પાઠ ના કરવી જોઈએ.
માંસાહાર આરોગ્યા પછી કે શરાબ પીધા બાદ હનુમાન ચાલીસાનો પાઠ ક્યારેય ના કરવો જોઈએ. માંસ-મદિરાનું સેવન કર્યાં બાદ હનુમાન ચાલિસાનો પાઠ કરવાથી દાદા નારાજ થાય છે.
ક્યારેય પણ નાહ્યા વિના હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં શુભ પરિણામ નથી મળતા.
જો કોઈ વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો ચાલી રહ્યા હોય, તો તે સમયે પણ હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. આમ થવાથી પૂજા-પાઠમાં તમારું મન નથી લાગતું.
એવું કહેવાય છે કે, મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન શરીરમાં કેટલાક પરિવર્તન થાય છે, જે ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતા.