નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ દિવસ, મહિનો નક્કી કરવો જરૂરી છે, તેવી જ રીતે ગૃહપ્રવેશમાં પહેરવામાં આવતા કપડાનો રંગ પણ ખૂબ મહત્વ છે.
આજે અમે તમને ગૃહપ્રવેશની પૂજામાં કયા રંગના કપડાં પહેરવા શુભ છે? તેના વિશેની માહિતી જણાવીશું.
નવા ઘરના ગૃહપ્રવેશ માટે લોકો ઘણી તૈયારીઓ કરે છે. ઘરની સજાવટ, પૂજા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
નવા ઘરની ગૃહપ્રવેશ સેરેમનીમાં પૂજાનું વિશેષ મહત્વ છે. પૂજા સમયે પહેરવામાં આવતા કપડાના રંગનું પણ પોતાનું આગવું મહત્વ હોય છે.
આજે અમે તમને જણાવીશું કે ઘરની પૂજામાં તમે કયા રંગના કપડાં પહેરી શકો છો.
ગૃહપ્રવેશ સેરેમનીમાં તમે પીળા રંગના કપડા પહેરી શકો છો. પીળો રંગ શુભનું પ્રતિક માનવામાં આવે છે.
નવા ઘરની ગૃહપ્રવેશ સેરેમનીમાં લાલ રંગના કપડાં પણ પહેરી શકો છો. લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
નવા ઘરના ગૃહ પ્રવેશમાં લીલા રંગના કપડાં પણ પહેરી શકો છો. લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. આ રંગના કપડાં પહેરવા પણ શુભ છે.
એસ્ટ્રો સંબંધીત આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.