કઈ રાશિમાં ચાલી રહી છે શનિની સાડાસાતી ?


By Kajal Chauhan19, Apr 2025 02:39 PMgujaratijagran.com

શનિની સાડાસાતી

માર્ચ મહિનામાં શનિ ગ્રહે પોતાની રાશિ બદલી છે અને પરિણામે ઘણી રાશિઓ પર શુભ અને અશુભ અસરો જોવા મળી છે. ચાલો જાણીએ કઈ રાશિઓ પર શનિની સાડાસાતી ચાલી રહી છે.

અઢી વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે શનિ

બધા ગ્રહોમાં ફક્ત શનિ જ છે જે અઢી વર્ષ સુધી અને ધીમી ગતિએ પોતાની રાશિ બદલે છે. તે અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે.

શનિ ગોચર

29 માર્ચ 2025 ના રોજ અઢી વર્ષ પછી શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કર્યું છે.

મેષ રાશિ સાડા સાતી

મીન રાશિમાં ગોચર કર્યા પછી શનિની સાડાસાતી હાલમાં મેષ રાશિમાં ચાલી રહી છે અને આ પહેલો તબક્કો છે.

આર્થિક તંગી

શનિની સાડાસાતીના કારણે કારણે મેષ રાશિના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે.

કુંભ રાશિમાં સાડાસાતી

મીન રાશિમાં શનિની ગોચરને કારણે કુંભ રાશિમાં સાડાસાતીનો અંતિમ તબક્કો શરૂ થશે અને આ રાશિના લોકોને લાભ થઈ શકે છે.

બેડરૂમમાં મંદિર રાખવાથી શું થાય?