વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, દરેક ધાતુનું આગવું મહત્ત્વ હોય છે અને તેના કેટલાક વિશેષ લાભ હોય છે. કેટલીક ધાતુ શનિ સાથે સંકળાયેલી હોય છે, તો કેટલીક ગુરુ અને ચંદ્ર સબંધિત હોય છે.
ચાંદીને ખાસ કરીને ચંદ્રમાં સાથે સાંકળવામાં આવે છે. તેને ધારણ કરવાના કેટલાક નિયમો પણ વાસ્તુમાં દર્શાવવામાં આવ્યા છે. તો ચાલો જ્યોતિષાચાર્ય ડૉ. આરતી દહિયા પાસેથી વિગતવાર જાણીએ...
કેટલીક રાશિના જાતકો માટે ચાંદી ધારણ કરવી અશુભ માનવામાં આવે છે. તો ચાલો એવી કઈ રાશિઓ છે, જેના જાતકો ચાંદીમાંથી બનેલ વીંટી કે અન્ય દાગીના ના પહેરવા જોઈએ.
સિંહ રાશિના જાતકોએ ચાંદીની વીંટી ના પહેરવી જોઈએ. ચાંદીનો સ્વામી ચંદ્રમાં છે, જેને જળતત્વ સાથે જોડવામાં આવે છે. જળ અને અગ્નિનું સંતુલન બગડવાથી સિંહ રાશિના જાતકોને નુકસાન પહોંચી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, મીન અને કર્ક રાશિના જાતકો માટે ચાંદીના દાગીના શુભ માનવામાં આવે છે, કારણ કે તેને જળ તત્વ સાથે જોડવામાં આવે છે.
ચાંદીના દાગીના પહેરવાથી આ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં તેની પોઝિટિવ અસર જોવા મળે છે.
ધનુ અને સિંહ રાશિના જાતકો માટે ચાંદીની વીંટી શુભ માનવામાં નથી આવતી. જેનાથી જીવનમાં સફળતાના યોગ નથી બનતા. આ રાશિના જાતકો માટે સોનાના દાગીના શુભ માનવામાં આવે છે, જે તેમના જીવનમાં સુખ-શાંતિ લાવે છે.