જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સોનાને શુભ અને પોઝિટિવ એનર્જીનું કેન્દ્ર માનવામાં આવે છે. જેને ધારણ કરવાથી જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય, તેમને સોનાની વીંટી પહેરવાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
જો લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય, તેમણે પણ સોનાની વીંટી પહેરવી જોઈએ. જેનાથી આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળી શકે છે.
જો તમે નબળી આર્થિક સ્થિતિ, દેવું અને વેપારમાં ખોટ જેવી સમસ્યાથી પરેશાન હોવ, તો એવામાં સોનાની વીંટી પહેરવાથી તમને શુભ ફળ મળી શકે છે.
સિંહ રાશિના જાતકોને સોનાની વીંટી પહેરવી ફાયદેમંદ મનાય છે, જેનાથી તેમની કુંડળીમાં સૂર્યની દશાને મજબૂત બનાવવામાં મદદ મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મેષ રાશિના જાતકો પણ સોનાની વીંટી પહેરી શકે છે. આમ કરવાથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.