છેલ્લે મહાકુંભ મેળો વર્ષ 2013માં યોજાયો હતો. હવે આગામી મહાકુંભ મેળો વર્ષ 2025માં પ્રયાગરાજ ખાતે યોજાશે.
પૌરાણિક કથા પ્રમાણે સમુદ્ર મંથનમાંથી નિકળેલ અમૃત માટે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયેલું
આ યુદ્ધમાં અમૃતની કેટલીક બુંદ ધરતીના ચાર જગ્યા પર પડી હતી, પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં
જ્યાં જ્યાં પણ આ બુંદ પડી ત્યા-ત્યા આજે 12 વર્ષના અંતરે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
અમૃત કળશ માટે 12 દિવસ સુધી યુદ્ધ થયું. દેવતાઓએ આ 12 દિવસ પૃથ્વી પર 12 વર્ષની સમકક્ષ હોય છે. આ જ કારણથી દર 12 વર્ષમાં મહાકુંભનું આયોજન થાય છે.
જ્યોતિષના મતે કુંભ મેળાનું આયોજન ગ્રહોની સ્થિતિ એટલે કે ગુરુના કુંભ રાશિમાં પ્રવેશ અને સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે જોડાયેલ છે.