Open Hair: મહિલાઓએ વાળ ખુલ્લા રાખીને કેમ ના સૂવું જોઈએ?


By Sanket M Parekh06, Dec 2024 04:17 PMgujaratijagran.com

જૂની માન્યતા

ભારતમાં પૌરાણિક માન્યતા પ્રમાણે, રાતના સમયે વાળ ખુલ્લા રાખીને સૂવુ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જવાનું જોખમ રહે છે.

પોઝિટિવ એનર્જી ઘટે

રાતના સમયે વાળ ખુલ્લા રાખીને સૂવાથી ઘરમાં ખરાબ શક્તિનો વાસ થાય છે અને પોઝિટિવ એનર્જી ક્રમશઃ ઓછી થાય છે. આથી મહિલાઓએ હંમેશા વાળ બાંધીને સૂવું જોઈએ.

પરંપરાની વિરુદ્ધ

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓએ રાતના સમયે વાળ ખુલ્લા રાખીને ના સૂવું જોઈએ, કારણ કે તેને પરંપરાની વિરુદ્ધ માનવામાં આવે છે.

નકારાત્મક અસર

શાસ્ત્રો પ્રમાણે, રાતે વાળ ખુલ્લા રાખીને સૂવાને ખોટું માનવામાં આવે છે, કારણ કે તેને શોક કે દુ:ખના પ્રતિક તરીકે જોવામાં આવે છે.

સ્વાસ્થ્ય સમસ્યા

વાળ ખુલ્લા રાખીને સૂવાથી વાળ ખરવા અને ગુંચની સમસ્યા વકરી શકે છે. જેના પરિણામે વાળ નબળા થઈ શકે છે.

માથામાં દુખાવો

ખુલ્લા વાળના કારણે માથા પર દબાણ વધે છે. જેનાથી માથામાં દુખાવો અને તણાવની સમસ્યાનો ખતરો વધી જાય છે.

વાળને નુકસાન

રાતે વાળને ખુલ્લા રાખીને સૂવાથી તેમાં કચરો ભરાઈ જાય છે. જેના કારણે સ્કેલ્પને નુકસાન થવા સાથે ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે.

આ 3 રાશિઓ પર હનુમાનજીની કૃપા વરસશે