સપ્તાહના સાતે-સાત દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવારના દિવસે મંગળ ગ્રહની પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારના દિવસનું એક આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે. આ સાથે જ આ દિવસને લઈને અનેક નિયમો બનાવવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવે છે કે, જો મંગળવારના નિયમોનું પાલન ના કરવામાં આવે અર્થાત તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેની ભરપાઈ લાંબા સમય સુધી ભરપાઈ કરવી પડે છે.
ધાર્મિક માન્યતા મુજબ, મંગળવારના દિવસે વાળ ના કપાવવા જોઈએ, કારણ કે આ દિવસ મંગળ ગ્રહને સમર્પિત હોય છે.
એવી માન્યતા છે કે, જે લોકો મંગળવારે વાળ કપાવે છે, તેમને દેવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા વ્યક્તિ દેવાના ડુંગર તળે દબાઈ જાય છે.
મંગળવારના દિવસે જે વ્યક્તિ વાળ કપાવે છે, તેનું આયુષ્ય ઓછું થાય છે. આ સાથે જ તેને દરેક કામમાં અડચણ ઉભી થાય છે.
મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સાથે જ આ દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી બચવું જોઈએ.
મંગળવારના દિવસે કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે. આથી આ દિવસે કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ.