Crorepati Govt Scheme, PPF: પોસ્ટ ઓફિ મારફતે અનેક આકર્ષક યોજનાનું સંચાલન કરી રહી છે. જે એકંદરે રોકાણકારોને સુરક્ષિત અને ઊંચા વળતરની ઓફર કરે છે. આ પૈકી કેટલીક સ્કીમ તો અનેક વર્ષોથી ખૂબ જ લોકપ્રિય છે. જેમાં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PPF Scheme (પીપીએફ સ્કીમ) ખૂબ જ આકર્ષક છે. તેમાં રોકાણ કરવાને લગતા અનેક ફાયદા જોવા મળે છે.
પૂરી રકમ ટેક્સ ફ્રી મળશે
જેમાં ટેક્સમાં છૂટછાટના લાભ સાથે નિયમિત રોકાણ બાદ મેચ્યોરિટી પર મળનાર રકમ પર કોઈ જ ટેક્સ લાગતો નથી એટલે કે Tax Free Fund નો સમાવેશ થાય છે. તેમાં દર મહિને રૂપિયા 12,500 બચત કરવાથી રૂપિયા 1 કરોડનું વિશાળ ફંડ બનાવી શકાય છે. એટલે કે સરકારી સ્કીમ તમને કરોડપતિ બનાવવાની તક આપે છે.
PPF મેચ્યોરિટી પીરિયડ કેટલો હોય છે
PPF ખાતામાં પૈસા જમા કરવા પર મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. જોકે આ સ્કીમ અંતર્ગત સુવિધા આપવામાં આવે છે કે 5-5 વર્ષ માટે આગળ લંબાવી શકાય છે. આ સંજોગોમાં રોકાણકારો મોટા ભંડોળનું નિર્માણ કરી શકે છે. આ સ્કીમ સરકારી યોજનામાં રોકાણની રકમની મર્યાદા અંગે વાત કરવામાં આવે તો તે મહત્તમ રૂપિયા 1.50 લાખ પ્રતિ વર્ષ છે. એટલે કે દર મહિને તમે રૂપિયા 12,500 રોકાણ કરી શકો છો.
રોકાણ માટે આ ગણતરીને સમજો
જો તમે રૂપિયા 1.5 લાખનું રોકાણ 15 વર્ષ સુધી કર્યાં બાદ પાંચ વર્ષ માટે તેને આગળ વધારો છો તો તમને વ્યાજપેટે રૂપિયા 36.58 લાખ અને ભંડોળ રૂપિયા 66.58 લાખ મળશે. જ્યારે વધુ પાંચ વર્ષ માટે એક્સટેન્શન કરવાના સંજોગોમાં 25 વર્ષ બાદ આ રકમમાં વ્યાજ પેટે રૂપિયા 65.58 લાખ મળશે જ્યારે કૂલ ભંડોળનું પ્રમાણ 1,03 કરોડથી પણ વધારે થઈ જશે. અલબત રોકાણની રકમ રૂપિયા 37.50 લાખ હશે.
