Stock Market Holiday: બકરી ઈદ નિમિતે શેરબજાર બંધ રહેશે, MCX ખાતે બદલાયેલા કામકાજના સમય વિશે જાણો

બકરી ઈદના દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારનું સત્ર બંધ રહેશે. એટલે કે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કોમોડિટી બજારમાં કોઈ કામકાજ નહીં થાય.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 27 May 2026 07:07 PM (IST)Updated: Wed, 27 May 2026 07:39 PM (IST)
stock-market-holiday-on-28-may-bakrid-2026-bse-and-nse-remain-closed

Stock Market Holiday On Bakrid:બકરી ઈદ (Bakrid 2026) નિમિત્તે 28મી મે, ગુરુવારના રોજ શેરબજારમાં કામકાજ બંધ રહેશે. તેને લીધે રોકાણકારો માટે આ સપ્તાહ એક દિવસ ટૂંકુ રહેશે. શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગ માટે ફરી શરૂ થશે. ત્યારબાદ શનિવાર અને રવિવારે બજારમાં સામાન્ય કામકાજ બંધ રહેશે.

બકરી ઈદ પર MCX ખાતે શું છે શેડ્યુઅલ

બકરી ઈદના દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારનું સત્ર બંધ રહેશે. એટલે કે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કોમોડિટી બજારમાં કોઈ કામકાજ નહીં થાય. જોકે સાંજના સત્રમાં કામકાજ સામાન્ય રીતે ખુલ્લુ રહેશે. ટ્રેડિંગ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ રાત્રે 11:30 વાગે અથવા 11:55 વાગ્યા સુધી જળવાઈ રહેશે.

27મેના રોજ બજારમાં શું સ્થિતિ રહી

ભારતીય શેરબજારમાં બુધવારે કામકાજ દરમિયાન મંદીમય સ્થિતિ રહી હતી. શેરબજારમાં સેન્સેક્સ 141.90 પોઇન્ટ અથવા 0.19 ટકા તૂટી 75,867.80 રહ્યો હતો. જ્યારે નિફ્ટી 6.55 પોઇન્ટ એટલે કે 0.03 ટકા ગગડી 23,907.15 રહ્યો હતો.

દિવસ દરમિયાન સેન્સેક્સ 76,224.68ની ઊપરની સપાટી અને નીચામાં 75,748.21 સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટીએ 23,983.20 અને 23,858.25 વચ્ચે અફરા-તફરી નોંધાવી હતી.