WhatsApp Chat Backup In Google Drive: દેશ-વિદેશમાં કરોડો લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. કેટલાક લોકો પર્સનલી તો કેટલાક પ્રોફેશનલી પણ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ દરમિયના રોજે રોજ ઘણા મેસેજની આપ-લે થાય છે. ત્યારે હવે વોટ્સએપે યૂઝર્સને કંપનીએ મોટો ઝટકો આપ્યો છે. હવે યૂઝર્સને ચેટ બેકઅપ માટે પૈસા ચૂકવવા પડશે.
દિગ્ગજ ટેક કંપની દ્વારા ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે, તે ચેટ બેકઅપ માટે ગૂગલ ડ્રાઈલ (Google Drive)નો ઉપયોગ કરશે. તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. હાલ બીટા યૂઝર્સનું ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર સેવ થવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ ગૂગલ યૂઝર્સને 15જીબી સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપે છે.
આ પણ વાંચો
આ સ્ટોરેજ ફૂલ થઈ જવા પર યૂઝર્સને એકસ્ટ્રા ક્લાઉડ સ્ટોરેજ માટે ગૂગલ વન પ્લાન સબસ્ક્રિપ્શન લેવાનું હોય છે. આ પ્લાનની શરૂઆત મંથલી 130 રૂપિયાથી થાય છે. વોટ્સએપ બીટા યૂઝર્સ સેટિંગ્સમાં જઈને ચેટ બેકઅપમાં જઈને કેટલા એમબી અથવા જીબી ડેટા ક્લાઉડ એકાઉન્ટ પર સ્ટોર થયેલ છે, તે ચેક કરી શકે છે.
વોટ્સએપ યૂઝર્સ ચેટ બેકઅપને મેનેજ કરવા માટે યૂઝર ગૂગલ ડ્રાઈવ એપના મેનેજ સ્ટોરેજ સેક્શનમાં જઈ શકે છે. ત્યાં જાણી શકાય છે કે, જીમેલ, ગૂગલ ફોટો અને ડ્રાઈવ ક્લાઉડ સ્ટોરેજમાં કેટલો સ્પેસ લઈ રહ્યો છે. અહીંયા Other ઓપ્શન મળે છે, જેમાં વોટ્સએપ ડેટા બેકઅપ સ્ટોર થાય છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
