Sonu Nigam: સોનુ નિગમે આશા ભોંસલેના પગ ધોઈને આશીર્વાદ લીધા, વીડિયો વાયરલ થતા લોકોએ આપી પ્રતિક્રિયા

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 29 Jun 2024 12:31 PM (IST)Updated: Sat, 29 Jun 2024 12:31 PM (IST)
singer-sonu-nigam-washed-asha-bhosle-feet-for-blessings-video-goes-viral

Sonu Nigam video viral: પીઢ ગાયિકા આશા ભોંસલેને માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડના ઘણા સિંગર્સ પણ તેમને પોતાનો રોલ મોડલ માને છે. આ યાદીમાં સિંગર સોનુ નિગમનું નામ પણ સામેલ છે. હવે તાજેતરમાં, આશા ભોંસલેની બાયોગ્રાફી બુક લોન્ચ ઈવેન્ટ દરમિયાન સોનુ નિગમે કંઈક એવું કર્યું કે જેણે ફેન્સનું દિલ જીતી લીધું છે.

મુંબઈમાં આશા ભોંસલેની બાયોગ્રાફી બુક 'સ્વરસ્વામિની આશા' ના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં પૂનમ ધિલ્લોન, જેકી શ્રોફ, સોનુ નિગમ અને સુરેશ વાડકર સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. હવે આ જ ઘટનાનો સોનુ નિગમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુ નિગમે પહેલા આશા ભોંસલેના પગ પર ચુંબન કર્યું અને પછી તેને પાણીથી ધોતા જોવા મળ્યા હતા. આ પછી તેમના આશીર્વાદ પણ લીધા હતા. કેટલાક યુઝર્સ તેનો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાકે તેને ટ્રોલ પણ કર્યો છે.

સોનુ નિગમના આ વીડિયો પર લોકોએ પણ પોતે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું કે, તે ખૂબ જ સુંદર છે. તે સંપૂર્ણપણે ભારતીય છે. આવી વસ્તુઓ છે જે આપણને ભારતીય હોવા પર ગર્વ અનુભવે છે. બીજાએ લખ્યું કે તેને દિલ જીતી લીધું. અન્ય યૂઝરે લખ્યું કે, તે નાટક કરી રહ્યો છે. બીજાએ લખ્યું છે કે, તે હવે નેતા બનવાથી થોડા ડગલાં દૂર છે.